Video: બોટાદની જવાહર નવોદય વિદ્યાલયમાં વાલીઓનો હોબાળો, ડમ્પિંગ સાઈટના ધુમાડાથી વિદ્યાર્થીઓ ત્રસ્ત થયા

ડમ્પિંગ સાઈટના ધુમાડાના કારણે બાળકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોવાથી વાલીઓએ ડમ્પિંગ સાઈટ બંધ કરવા અથવા શાળા અન્યત્ર ખસેડવાની માંગ કરી છે. જો ઉકેલ નહીં આવે તો બાળકોને શાળાએ નહીં મોકલવા અને કલેક્ટર કચેરીએ ધરણા કરવાનો વાલીઓએ નિર્ણય લીધો છે. ઘટનાની જાણ થતાં નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર શાળાએ દોડી આવ્યા હતા. ચીફ ઓફિસર એચ.કે. પટેલે ડમ્પિંગ સાઈટ હટાવવાનો નિર્ણય સરકારના સ્તરે લેવાતો હોવાનું જણાવ્યું હતું, જ્યારે પ્રિન્સિપાલ આર.કે. મીણાએ અગાઉ પણ કલેક્ટર સહિતના અધિકારીઓને રજૂઆત કરાઈ હોવાનું કહ્યું હતું.
જાહેરાત









