Video: જૂનાગઢના ગિરનારમાં લીલી પરિક્રમાનો બીજો દિવસ, 36 કિલોમીટરના જંગલ રૂટ પર શ્રદ્ધાળુઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો

પરિક્રમા શરૂ કરનારા યાત્રિકો પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓના મતે ઘોડીના કઠિન ચઢાણ-ઉતરાણ અને અમુક સ્થળોએ ટ્રાફિકના કારણે સમય વધુ લાગ્યો, પરંતુ પોલીસ, વન વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી-ભોજન સહિતની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને સઘન ચેકિંગથી યાત્રિકોમાં ખુશી જોવા મળી રહી છે. ભલે બીજા દિવસે ભીડ ઓછી હોય, પરંતુ પર્યાવરણ બચાવો અને દત્ત ગુરુના આશીર્વાદ સાથે પરિક્રમા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે.
જાહેરાત














