Video: જૂનાગઢના માંગરોળમાં 15 વર્ષની સગીરાનું અપહરણ કરી છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો

સોર્સ: gstv

અહેવાલ મુજબ આરોપી રીઝવાન ઉર્ફે પતાલ મહીડા સગીરાની અગાસી પરથી તેને પરાણે કે ફોસલાવીને પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે છેડતી આચરી હતી. આ બનાવ અંગે પરિવાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને આરોપી રીઝવાન ઉર્ફે પતાલની ધરપકડ કરી લીધી છે. સગીરાની સુરક્ષા અને આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય તે માટે પોલીસે હાલ તપાસનો ધમધમાટ વધુ તેજ બનાવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત