Video: ઉત્તર ગુજરાત બેંક ફેડરેશન દ્વારા સહકાર સપ્તાહની ભવ્ય ઉજવણી, વિધવા બહેનોને વીમા કવચના સહાય ચેક વિતરણ

મહેસાણાની દૂધસાગર ડેરી હોલ ખાતે ઉત્તર ગુજરાત બેંક ફેડરેશન દ્વારા સહકાર સપ્તાહ અને સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બેંકના સભાસદોના આકસ્મિક મૃત્યુ બાદ તેમના પરિવારજનોને વીમા કવચ યોજના અંતર્ગત આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન 10થી વધુ વિધવા બહેનોને એક લાખથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીના સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત આશરે 50 કરોડ રૂપિયાના સહાયના ચેક જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું.
જાહેરાત








