Video: ડેડિયાપાડામાં જંગલ જમીનના હકનો મુદ્દો ફરી ચર્ચામાં, ફરી આંદોલનના એંધાણ

ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આ પ્રસંગે સાગબારા જંગલ જમીનનો વર્ષો જૂનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. નર્મદા જિલ્લામાં જંગલ જમીનના આશરે 8 હજાર દાવા પેન્ડિંગ છે, જેમાંથી આજે 500 ખેડૂતોને સનદ આપવામાં આવી હતી. જ્યારે 626 ખેડૂતોની જમીન અંગેની એન્ટ્રી બાકી હતી, તે પણ આજે કરવામાં આવતાં લાભાર્થી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જોકે, ઉમરપાડામાં ખેતી કરતા ખેડૂતોને માત્ર 15 સનદ મળતાં અસંતોષ ફેલાયો છે. હજુ અનેક ખેડૂતોને જમીનના હકપત્રો મળવાના બાકી હોવાથી ફરી આંદોલન થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
જાહેરાત







