Video: વડોદરાના રેસકોર્સ સર્કલ પાસે જાહેરમાં મારામારી, ચાની બાબતે બે જૂથો વચ્ચે બબાલ

વડોદરા શહેરના રેસકોર્સ સર્કલ પાસે આવેલી કેન્ટીન નજીક જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. ચા લેવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ છૂટાહાથની મારામારી થઈ હતી. જાહેર રોડ પર જ શખ્સો એકબીજા સાથે બાખડતાં આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મોડી રાત સુધી ધમધમતી લારી-ગલ્લીઓ પર અસામાજિક તત્વોનો અડ્ડો જામતો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ જાહેરમાં મારામારી કરવામાં આવી હોવાના દૃશ્યો સામે આવ્યા છે. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
જાહેરાત







