Video: કુમકુમ મંદિર સ્વામિનારાયણ ખાતે અન્નકૂટ ઉત્સવ. મીઠાઈ ફરસાણ ફળો સહિતની વિવિધ વાનગી અર્પણ કરાઈ

નુતન વર્ષના દિવસે વિવિધ મંદિરોમાં અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું -;કુમકુમ -મણીનગર અમદાવાદ ખાતે શ્રી સ્વામીનારાયણ ભગવાન જીવન પ્રાણ બાપા શ્રી અને જીવન સ્વામી બાપા ને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે મહા આરતી કરવામાં આવી હતી..મંદિરના સાધુ પ્રેમવત્સલદાસ દાસજીએ જણાવ્યું હતું કે,સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘરનો ત્યાગ કરીને લોજમાં આવ્યા ત્યારબાદ તેમણે સંવત1857માં કારતક એકમના રોજ પ્રથમવાર તેમના ગુરુ રામાનંદ સ્વામી નું માંગરોળ સદાવ્રત ચાલતું હતું .ત્યાં સૌ પ્રથમ અન્નકૂટ ઉત્સવ કર્યો હતો .ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.કુમકુમ મંદિરમાં છેલ્લા 40 વર્ષથી અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે
જાહેરાત







