Video: રાજકોટની પીડી માલવીયા કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને શિક્ષણવિદ ડો. રતુ શિંગાળાનું નિધન: શિક્ષણ જગતમાં શોક

ડોક્ટર રતુ શિંગાળાએ ઉચ્ચ શિક્ષણ અને પ્રકાશન ક્ષેત્રે ખૂબ જ વિશિષ્ટ પ્રદાન આપ્યું હતું. તેમના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ હેઠળ માલવીયા કોલેજમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના અસંખ્ય વિદ્યાર્થીઓનું શૈક્ષણિક અને નૈતિક ઘડતર થયું હતું. એક આદર્શ શિક્ષક અને કુશળ માર્ગદર્શક તરીકે તેમણે અનેક વિદ્યાર્થીઓની કારકિર્દીને ઉજ્જવળ બનાવી હતી. તેમના આકસ્મિક અવસાનના સમાચાર મળતા જ શિક્ષણ જગત, સાહિત્ય વર્તુળો તેમજ તેમના હજારો પૂર્વ વિદ્યાર્થીઓ અને સ્નેહીજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જાહેરાત








