Video: અમદાવાદ કલેક્ટરને હાઈકોર્ટની ફટકાર: ખેડૂતની NA અરજી મામલે માંગવી પડી બિનશરતી માફી

છેલ્લા અઢી વર્ષથી ખેડૂત પોતાની અરજીના નિકાલની રાહ જોઈ રહ્યા હતા. હાઈકોર્ટે સ્પષ્ટ ટકોર કરી હતી કે ખેડૂતને નવેસરથી NA અરજી કરવા માટે મજબૂર ન કરી શકાય. કોર્ટે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના કલેક્ટરના હુકમને કોર્ટના તિરસ્કાર સમાન ગણાવ્યો હતો. આ સાથે જ હાઈકોર્ટે ૨૨ માર્ચ, ૨૦૨૬ની મૂળ એનએ અરજીનો જ નિર્ણય લેવા અને આગામી ૧૫ દિવસમાં તેનો નિકાલ કરવા કલેક્ટરને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. આ નિર્ણયનો હુકમ અરજદારને તુરંત પહોંચાડવા પણ આદેશ કરાયો છે, જેના પગલે કન્ટેમ્પ્ટની આ કાર્યવાહીનો અંત આવ્યો છે.
જાહેરાત







