Video: દિવાળી પર્વે જંબુસર નગરમાં હાઈમાસ્ટ લાઈટ ટાવરનું લોકાર્પણ

સોર્સ: gstv

દિવાળીના પાવન અવસરે જંબુસર નગરને વિકાસ અને રોશનીની અદભુત ભેટ મળી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને રાત્રિના સમયે અવરજવરમાં સુવિધા રહે તે હેતુથી આશરે ૧૨ જેટલા હાઈમાસ્ટ લાઈટ ટાવરોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જંબુસર-આમોદ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ અમિષાબેન વિરેનભાઈ શાહ સહિતના ભાજપના આગેવાનો અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ લાઈટ ટાવરો ખુલ્લા મુકાયા હતા. નગરપાલિકાની વિવેકાધીન યોજના હેઠળ થયેલી આ કામગીરીથી મામલતદાર કચેરી, કાલિકા માતા મંદિર અને પ્લાઝા સર્કલ સહિતના મુખ્ય વિસ્તારો ઝગમગી ઉઠ્યા છે, જેનાથી સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોમાં ભારે χαશી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત