Video: ધનતેરસે પોતાના લાડલા કાન્હા માટે ખરીદ્યાં સોના-ચાંદીના ઘરેણાં, સુરતના ભક્તની અનોખી ભક્તિએ જીત્યાં સૌનાં દિલ

ધનતેરસ એટલે ધન, સમૃદ્ધિ અને ખરીદીનો પવિત્ર અવસર... આ દિવસે લોકો પોતાના પરિવાર માટે સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે, પરંતુ સુરતના સુમિત કુમાર માટે આ ખરીદી ખાસ છે. કારણ કે તેમણે પોતાના લાડલા કાન્હાને સંતાન સમાન માનીને તેમના માટે સોના-ચાંદીના ઘરેણાં ખરીદ્યા છે. કાન્હા પ્રત્યેની આ ભક્તિ માત્ર પૂજા પૂરતી સીમિત નથી. સુમિતભાઈ કાનાની સેવા એક બાળકની જેમ કરે છે. તેમને રોજ બે સમય ભોજન કરાવવું, સ્નાન કરાવવું અને બાળકની જેમ જ તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવું એ તેમની દિનચર્યાનો ભાગ છે. ધનતેરસે સુમિતભાઈએ કાના માટે ચાંદીના પાયલ, હાથની વીંટી અને આશરે 4 ગ્રામ વજનની તુલસી તથા સોનાના મિશ્રણથી બનેલી સુંદર માળાની ખરીદી કરી છે
જાહેરાત







