Video: ખિરસરામાં ખેડૂતોની મહાસભામાં એલાન, હજારો વાહનો સાથે ગાંધીનગર કૂચ કરીશું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખિરસરા ગામે ગુજરાત કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસભામાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમ, પરેશ ગૌસ્વામી, કરશનબાપુ ભાદરકા અને લાલજી દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહી ખેડૂતોના પ્રશ્નોનો અવાજ બુલંદ કર્યો હતો. મહાસભામાં ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા, ભૂલભરેલી જમીન માપણીનો કાયમી ઉકેલ લાવવા, તેમજ વીજ લાઈનો માટે માર્કેટ રેટના ચાર ગણા વળતર અને વીમા કવચની પ્રબળ માગ ઉઠી હતી. ખેડૂતોના હકના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સામે રજૂઆત કરવામાં આવી હતી. જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ફરીથી ગાંધીનગર ગજવવાની ચિમકી ઉચ્ચારવામાં આવી.
જાહેરાત








