Video: અકોટા હિટ એન્ડ રન કેસમાં મહિલાના મોત મામલે કારચાલક સહિત બે યવકોની ધરપકડ

સોર્સ: gstv

વડોદરાના અકોટા-દાંડિયા બજાર ચાર રસ્તા પર સર્જાયેલા હિટ એન્ડ રનના બનાવમાં મહિલાનું મોત થયું છે. રાવપુરા પોલીસે કારચાલક કીર્તન વાઘેલા અને કારમાં સવાર તેના મિત્ર રાજ પુરોહિતની ધરપકડ કરી હિટ એન્ડ રન તથા ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સેવાસી વિસ્તારમાં કારમાં જ બંને મિત્રોએ દારૂ પીધો હોવાની વિગતો સામે આવી છે. નશાની હાલતમાં કાર ચલાવી રહેલા કીર્તન વાઘેલાએ અકોટા ચાર રસ્તા પાસે એક્ટિવા પર સવાર મધુબેન અને તેમના પુત્ર સુનિલને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મધુબેનનું મોત થયું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત