Video: વિક્રમ સંવત ૨૦૮૨ના અંતિમ દિવસે પાટણ બજારોમાં ચોપડા પૂજનની ધામધૂમ, પરંપરાગત સામગ્રી સાથે વેપારીઓમાં ઉત્સાહ

ચોપડા પૂજનમાં રમચી, ખળી, શેરડી અને ધરો જેવી પરંપરાગત સામગ્રીનું વિશેષ ધાર્મિક મહત્વ છે, જેનું વેપારીઓ શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે. સાંજે કે રાત્રે મુહૂર્ત પ્રમાણે ગોર મહારાજ પાસે વિધિવિધાનથી નવા ચોપડાની પૂજા કરાવાય છે. જોકે, સમય સાથે બદલાવ આવતા કુદરતી શાહી અને ઘાસની કલમ વિસરાતી ગઈ છે અને મોટા વેપારીઓ કોમ્પ્યુટર તરફ વળ્યા છે. તેમ છતાં, પાટણ જેવા ઐતિહાસિક શહેરમાં અનેક નાના વેપારીઓ આજે પણ પરંપરાગત રીતે હાથેથી હિસાબ લખવાની સદીઓ જૂની રીતને ઉત્સાહપૂર્વક જાળવી રહ્યા છે.
જાહેરાત






