Video: રાજકોટમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા

સોર્સ: gstv

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ગત 20 તારીખે મનીષ પરમાર નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી કરીને અબ્દુલ ગની મેમણ અને રિયાઝ શેખ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ સામું જોવા જેવી સામાન્ય બાબતે યુવક અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતાં આરોપીઓએ મનીષ પરમાર પર છરીના ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઘાયલ મનીષને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. સમગ્ર મામલે રાજકોટના એસીપી આર.એસ. બારીયાએ પોલીસની કાર્યવાહી અને તપાસ અંગે માહિતી આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત