Video: અમદાવાદમાં શિયાળાની શરૂઆત સાથે શ્વાસના દર્દીઓ વધ્યા, વૃદ્ધો અને બાળકો માટે વધુ જોખમ

અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધવાની સાથે જ શ્વાસના દર્દીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. ઠંડા વાતાવરણને કારણે અસ્થમા, બ્રોન્કાઇટિસ અને COPD જેવી બીમારીઓના દર્દીઓની સંખ્યામાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. સ્થિતિ એવી છે કે 108 ઇમરજન્સી સેવામાં શ્વાસની તકલીફ સંબંધિત કોલમાં 30થી 35 ટકાનો વધારો થયો છે. હાલ રોજના 110થી 130 ઇમરજન્સી કોલ મળી રહ્યા છે. વર્ષ 2022થી ઓક્ટોબર 2026 સુધી અમદાવાદ જિલ્લામાં શ્વાસની તકલીફના 1.35 લાખથી વધુ કેસ નોંધાયા છે. નરોડા, ઓઢવ, વટવા, નારોલ અને બાપુનગર જેવા વિસ્તારોમાં જોખમ વધુ છે. ઠંડીની સાથે ધૂળ અને વાયુ પ્રદૂષણ પણ શ્વાસની સમસ્યા વધારી રહ્યાં છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો સહિત પહેલેથી શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓએ સાવચેતી રાખવી જરૂરી છે.
જાહેરાત















