Video: ગોંડલ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક, બે લાખથી વધુ કટ્ટા પહોંચતાં આવક બંધ કરાઈ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બે લાખથી વધુ કટ્ટાની બમ્પર આવક થતાં યાર્ડ છલકાઈ ગયું છે. સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા આ યાર્ડમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને જામનગર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો ડુંગળી લઈને પહોંચ્યા હતા. ડુંગળીની આવકને પગલે 2 હજારથી વધુ વાહનોની લાંબી લાઈનો હાઈવેની બંને તરફ જોવા મળી હતી. હરરાજીમાં ખેડૂતોને ડુંગળીના 200થી 800 રૂપિયા સુધીના ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. બમ્પર આવકને કારણે યાર્ડમાં ભારે ભીડ જોવા મળતાં હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. સારા બજારભાવ મળતાં ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
જાહેરાત














