Video: લાભ પાચમથી ફરી શરૂ થયુ ગોંડલ માર્કેટિંગ યાર્ડ

સોર્સ: gstv

સૌરાષ્ટ્રનું અગ્રણી ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજે લાભ પાચમના દિવસથી ફરી શરૂ થયુ છે. દિવાળીના તહેવાર નિમિત્તે જાહેર કરવામાં આવેલી એક સપ્તાહની રજાઓ બાદ માર્કેટ યાર્ડ ફરી ધમધમતું થયું છે. રજાઓ પૂર્ણ થતાં જ યાર્ડમાં નવી જણસીઓની ખરીદ-વેચાણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસથી જ ખેડૂતો દ્વારા વિવિધ જણસીઓની મબલખ આવક નોંધાતા યાર્ડમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે.આ અંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, દિવાળીની રજાઓ બાદ યાર્ડમાં ખેડૂતોનો ઉત્સાહભેર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. યાર્ડમાં અંદાજે ૧ લાખ ગુણી મગફળી, 25 હજાર કટ્ટા ડુંગળી અને મરચાની 15 હજાર ભારી સહિત વિવિધ ખેત જણસીઓની નોંધપાત્ર આવક થઈ રહી છે

આ સમાચાર શેર કરો

જાહેરાત