Video: ભિલોડા-શામળાજી રોડ પર હાથમતી બ્રિજનું ગડર ક્ષતિગ્રસ્ત, અકસ્માતની ભીતિ

સોર્સ: gstv

અરવલ્લી જિલ્લાના ભિલોડા-શામળાજી રોડ પર આવેલા હાથમતી બ્રિજ પર મુકાયેલું ગર્ડર ક્ષતિગ્રસ્ત થતાં વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે. બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાના હેતુથી આ ઊંચાઈ મર્યાદા દર્શાવતું ગર્ડર લગાવવામાં આવ્યું હતું, પરંતુ હાલ તે તૂટીને જોખમી હાલતમાં લટકી રહ્યું છે. કોઈ મોટી દુર્ઘટના કે અકસ્માત સર્જાવાની ભીતિ હોવા છતાં, વાહનચાલકો જીવના જોખમે આ ક્ષતિગ્રસ્ત ગર્ડર નીચેથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકો અને રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને કોઈ જાનહાનિ થાય તે પહેલાં તંત્ર જાગે તે જરૂરી બન્યું છે. આ મામલે સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે જોખમી ગર્ડરનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત