Ahmedabad / દેવામાં ડૂબેલી AMTS ખાનગી બસ ઓપરેટરો માટે ₹30 કરોડના ખર્ચે બનાવશે ચાર્જિંગ સ્ટેશન

Ahmedabad / દેવામાં ડૂબેલી AMTS ખાનગી બસ ઓપરેટરો માટે ₹30 કરોડના ખર્ચે બનાવશે ચાર્જિંગ સ્ટેશન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદની જીવાદોરી સમાન એએમટીએસ (AMTS) બસના ખાડે ગયેલા વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. એએમટીએસ તંત્ર પર 5,000 કરોડનું દેવું હોવા છતાં તેને ઘટાડવાને બદલે દેવું કેમ વધે તેવા આયોજનો કરાઈ રહ્યા છે.

કોન્ટ્રાક્ટરોના લાભાર્થે તંત્ર પોતાનું દેવું વધારશે

પોતાની બસ ખરીદવા માટે પૈસા નથી એટલે ખાનગી ઓપરેટરને તોતિંગ રકમ ચૂકવી બસનું સંચાલન સોંપ્યું છે. ત્યારે પૈસા ચૂકવ્યા બાદ હવે મ્યુનિ. પોતાના ખર્ચે ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરી ખાનગી ઓપરેટરોની બસ સસ્તા દરે ચાર્જ પણ કરી આપશે!

જાહેરાત

એએમટીએસ તંત્ર દ્વારા લાલ દરવાજા, પાલડી, વાસણા, વાડજ, સારંગપુર અને આશ્રમ રોડ સહિત 6 સ્થળે રૂ. 30 કરોડના ખર્ચે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું આયોજન કરાયું છે. જેમાં સૌથી પહેલાં લાલ દરવાજા ખાતે ચાર્જિંગ સ્ટેશન બનાવવા પ્રાચી એન્ડ કંપનીને રૂ. 4.87 કરોડના ખર્ચે કામગીરી સોંપાશે.

બજાર ભાવ રૂ.18થી 22 પ્રતિ યુનિટ, પણ મ્યુનિ. તંત્ર ખાનગી ઓપરેટરોને ફક્ત રૂ. 8ના ભાવે બસ ચાર્જ કરી આપશે

નોંધનીય બાબત એ છે કે, એએમટીએસ તંત્ર પાસે પોતાની માલિકીની એક પણ ઈલેક્ટ્રિક બસ નથી. હાલ કાર્યરત 100 જેટલી ઈ-બસ અને ભવિષ્યમાં આવનાર 300 બસ ખાનગી ઓપરેટર દ્વારા જ સંચાલન કરાશે. તેના માટે મ્યુનિ. કિલોમીટર દીઠ ઓપરેટરને રૂ. 81થી 84 જેટલો તગડો ભાવ ચૂકવે છે. આટલું ઓછું હતું, ત્યાં મ્યુનિ. પોતાના ખર્ચે ખાનગી ઓપરેટરોની બસ માટે ચાર્જિંગ સ્ટેશન પણ બનાવી આપશે. અધૂરામાં પૂરું, તેમને ફક્ત રૂ. 8 પ્રતિ યુનિટના ભાવે બસ ચાર્જ કરી આપશે. જોકે બજાર ભાવ રૂ. 18થી 22 પ્રતિ યુનિટ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત