Video: હિંમતનગર-અમદાવાદ હાઈવે પર ખાનગી બસમાં ભીષણ આગ, તમામ મુસાફરોનો આબાદ બચાવ

સાબરકાંઠાના હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સ બસમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. હિંમતનગરના સાબરદાણ પાસે ઉદયપુરથી અમદાવાદ તરફ જઈ રહેલી બસમાં અચાનક આગ ફાટી નીકળતાં હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાં જ બસમાં સવાર તમામ મુસાફરો સમયસૂચકતા વાપરી પોતાના સામાન સાથે સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાયટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.
જાહેરાત












