Video: કચ્છમાં મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માત

કચ્છના ભુજ-ખાવડા હાઈવે પર વેકરિયા રણ નજીક ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા ટ્રેઇલર અને આર્ટિગા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ 7 લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં મૂળ ઉત્તરાખંડના અને આર્મીની ગઢવાલ રેજિમેન્ટમાં ફરજ બજાવતા જવાન સૌરવસિંહ નેગી અને તેમના પરિવારજનોનો સમાવેશ થાય છે. આ પરિવાર સફેદ રણનો નજારો માણીને પરત ભુજ તરફ ફરી રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના બની હતી. મૃતકોમાં 2 પુરુષ, 2 મહિલા અને અઢી માસની બાળકી સહિત 3 માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ પશ્ચિમ કચ્છ એસપી અને આર્મીના અધિકારીઓ સહિતનો કાફલો દોડી ગયો હતો.
જાહેરાત















