Video: ગાંધીનગરમાં 'સન્ડે ઓન સાયકલ'નો 99મો કાર્યક્રમ, મનસુખ માંડવિયા અને હર્ષ સંઘવી જોડાયા

ગાંધીનગરમાં આજે 'સન્ડે ઓન સાયકલ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ સાયકલિંગમાં ભાગ લઈને ફિટનેસનો સંદેશ આપ્યો હતો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઈન્ડિયાના સંકલ્પને સાકાર કરવા દરેક યુવાને સાયકલિંગ સાથે જોડાવું જોઈએ. વિકસિત ભારતનું નિર્માણ કરવું હોય તો દેશના નાગરિકોનું સ્વસ્થ અને ફિટ રહેવું જરૂરી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 'સન્ડે ઓન સાયકલ'નો આ 99મો કાર્યક્રમ છે અને તેના માધ્યમથી યુવાનો ફિટ ઈન્ડિયા તેમજ ડ્રગ્સ ફ્રી ઈન્ડિયાના અભિયાન સાથે જોડાઈ રહ્યા છે. બંને નેતાઓએ યુવાનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને નિયમિત સાયકલિંગ કરવા અપીલ કરી હતી.
જાહેરાત














