Video: ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ઘટના બાદ કરુણ દ્રશ્યો

ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર મોડી રાત્રે ટ્રેલર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા હડકંપ મંચી ગયો. આ ગમખ્વાર અકસ્માતમાં ૫થી વધુ લોકોનાં મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને રસ્તા પર મૃતદેહો વેરવિખેર થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા લોકોમાં નાના બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. મૃતકો એક જ પરિવારના સભ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટના બાદ અત્યંત કરુણ અને ભયાનક દૃશ્યો સામે આવ્યા હતા.
જાહેરાત














