Video: ચંદીગઢમાં નેશનલ સ્કૂલ ગેમ્સનું આયોજન

સોર્સ: gstv

ચંદીગઢમાં 70મી નેશનલ સ્કૂલ ગેમ્સ 2026-27 અંતર્ગત સોફ્ટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતોત્સવમાં પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક ગુલાબચંદ કટારિયાએ હાજરી આપી હતી. તેમણે ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. દેશભરના વિવિધ રાજ્યોના ખેલાડીઓ આ ચેમ્પિયનશિપમાં પોતાની રમતનું કૌશલ્ય દર્શાવી રહ્યા છે. શાળાકીય સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રમતગમત સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત