Video: પંજાબ અને ચંદીગઢમાં ઈડીના દરોડા, કોંગ્રેસના પૂર્વ મંત્રી સુંદર શામ અરોરા અને તેમના સહયોગીઓ નિશાના પર

સોર્સ: gstv

પીએસઆઈઈસીના પૂર્વ જનરલ મેનેજરની ધરપકડ બાદ પીએમએલએ કાયદા હેઠળ આ દરોડા પાડવામાં આવ્યા છે. હોશિયારપુરમાં અરોરાના નિવાસસ્થાન સહિત ઉદ્યોગપતિઓ અને રિયલ એસ્ટેટ જૂથોના પરિસરોમાં વહેલી સવારે તપાસ એજન્સીની ટીમો ત્રાટકી હતી. તપાસ દરમિયાન અપ્રમાણસર સંપત્તિ અને પ્લોટ ફાળવણી સંબંધિત દસ્તાવેજોની માંગણી કરવામાં આવી હતી. વિજિલન્સ બ્યુરો દ્વારા નોંધાયેલા કેસોના આધારે આ મની લોન્ડરિંગ તપાસ ચાલી રહી છે. અરોરાના મંત્રીકાળ દરમિયાન મોહાલીમાં એક મોટી જમીનના ખાનગી રિયલ્ટરને વેચાણ કરવામાં અનિયમિતતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો છે, જેને લઈને ED દ્વારા સઘન પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત