Video: ઈમેલથી બોમ્બ ધમકી મળતા ઠાણે જિલ્લા કોર્ટ ખાલી કરાવાઈ, સર્ચ ઓપરેશન શરૂ

સોર્સ: gstv

મહારાષ્ટ્રના ઠાણે જિલ્લા અદાલતને ઈમેલ મારફતે ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ અને પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ હતી. અદાલત પરિસરમાં હાજર તમામ જજ, વકીલો અને અસીલોને સુરક્ષિત બહાર કાઢીને આખું પરિસર તાત્કાલિક અસરથી ખાલી કરાવવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો, બોમ્બ ડીટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ તેમજ ડોગ સ્કવોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ખૂણેખૂણાની સઘન તપાસ શરૂ કરી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને ઈમેલ મોકલનાર અજ્ઞાત શખ્સને ટ્રેસ કરવા માટે સાયબર સેલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત