મુખ્ય સામગ્રી પર જાઓ

Video: રાહુલ ગાંધીની અધિકારીઓને ચેતવણી

સોર્સ: gstv

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે તીખા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, એ કેટલી અજીબ વાત છે કે CEC સામે મહાભિયોગ પર ચર્ચા કરવા માટે સમગ્ર વિપક્ષે બગીચામાં બેસવું પડી રહ્યું છે, કારણ કે અમારા માટે તમામ સંસ્થાઓના દરવાજા બંધ કરી દેવાયા છે. ભાજપ પર ચૂંટણીમાં ગરબડ કરવાનો આરોપ લગાવતા તેમણે ઉમેર્યું કે, દેશની જનતા અને વિપક્ષ આ બાબતને ક્યારેય માફ નહીં કરે. રાહુલ ગાંધીએ જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાના મહાભિયોગ પ્રસ્તાવનું સમર્થન કરતાં અધિકારીઓને ચેતવણી આપી હતી કે તેમના પર દેશદ્રોહનો કેસ ચાલવો જોઈએ અને તેમને ન્યાયના દાયરામાં લાવવા જોઈએ.

આ સમાચાર શેર કરો