Video: અયોધ્યામાં હવામાનમાં અચાનક પલટોત્રણ દિવસ ભારે પવન-વરસાદની આગાહી

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને તીવ્ર પવન ફુંકાવાની શરૂઆત થઈ ગઈ હતી . હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું .વિભાગના જણાવ્યા અનુસાર અયોધ્યા અને આસપાસના વિસ્તારોમાં કાળઝાળ વાવાઝોડા સાથે ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી . બદલાયેલા હવામાનને પગલે પ્રશાસનને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી .






