Video: યાત્રાધામ ડાકોરમાં ઠાકોરજીના શાહી તુલસી વિવાહ સંપન્ન, ભક્તિમય માહોલમાં ભક્તો ઝૂમી ઉઠ્યા

કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ઠાકોરજીના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ પાવન અવસરે અંદાજે ૧૪ જેટલા કુંજ મંડપોમાં શ્રીજીના સુવર્ણ સ્વરૂપને તુલસી માતા સાથે સોનાની ખુરશીમાં બિરાજમાન કરાયા હતા. સમગ્ર મંદિર પરિસરને દીપમાળા અને ઝળહળતી રોશનીથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું, જ્યારે આતશબાજીની રમઝટ વચ્ચે ઠાકોરજીની જાનનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ અલૌકિક પ્રસંગના સાક્ષી બનવા ઉમટેલા લાખો ભાવિક ભક્તોએ લગ્નગીતોના તાલે મન મૂકીને નૃત્ય કરી ધન્યતા અનુભવી હતી.
જાહેરાત















