Video: સૌરાષ્ટ્રના યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની ઉજવણીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

વીરપુરમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. સુરતના ગભેણી અને મગદલ્લા ગામના ૧૦૦થી વધુ પદયાત્રીઓનો સંઘ પોતાની છેલ્લા ૨૦ વર્ષની અવિરત પરંપરા જાળવી રાખીને પગપાળા વીરપુર ધામ આવી પહોંચ્યો છે. દિવાળી પહેલાં નીકળેલા આ સંઘમાં નાના બાળકો, મહિલાઓ અને પુરુષો ઉત્સાહભેર જોડાયા હતા. પદયાત્રીઓ વીરપુર પહોંચીને બાપાની આરતી ઉતારી ધૂન બોલાવી હતી. સંઘના આગેવાનોએ જણાવ્યું કે બાપાની કૃપાથી વરસાદી વાતાવરણ વચ્ચે પણ યાત્રા સફળ રહી છે. જય જલારામના ગગનભેદી નાદથી સમગ્ર વીરપુર ધામ ભક્તિમય બની ગયું છે.
જાહેરાત






