Video: યાત્રાધામ શામળાજીમાં પ્રબોધિની એકાદશી નિમિત્તે ભગવાન શામળિયા અને તુલસીજીના શાહી વિવાહ થયા

તુલસી વિવાહના ખાસ અવસરે સમગ્ર શામળાજી મંદિર પરિસરને રંગબેરંગી ફૂલો અને ઝળહળતી લાઈટોની રોશનીથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. બપોર બાદ ભગવાન લાલજીને શાહી બગીમાં બિરાજમાન કરીને વાજતે-ગાજતે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે મંદિર પરિસરમાં તૈયાર કરાયેલી વિશાળ ચોરીમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ભગવાનનો લગ્નોત્સવ સંપન્ન થયો હતો. આ ધાર્મિક પ્રસંગે મંત્રી પી.સી. બરંડા અને શોભનાબેન બારૈયા સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જાહેરાત















