Video: દિવાળી પર્વમાં જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં સતત બીજા દિવસે ભક્તોની ભારે ભીડ ઊમટી

સોર્સ: gstv

શક્તિ, ભક્તિ અને આસ્થાના આ ત્રિવેણી સંગમ સમાન પવિત્ર સ્થળે દિવાળી વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચી રહ્યા છે. દિવાળી બાદ નવા વર્ષના દિવસે અને ભાઈબીજના પર્વ પર પણ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી હતી, જેના કારણે આખું મંદિર પરિસર ભક્તોથી ઉભરાઈ ગયું હતું. આ પર્વ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલો અને આકર્ષક રોશનીથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. આગામી પાંચમ સુધી મંદિરમાં શ્રદ્ધાળુઓની આ જ પ્રકારે મોટી ભીડ જોવા મળશે, જેને લઈને વહીવટીતંત્ર પણ સતર્ક છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત