Video: સુરતના ડીંડોલીમાં હરિદ્વાર સોસાયટીના ઘરમાં ભીષણ આગ, વૃદ્ધ મહિલાનું રેસ્ક્યુ કરાયું

સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘરમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. ફાયર વિભાગની ટીમે પહેલા માળે ફસાયેલી વૃદ્ધ મહિલાનું ફાયર વિભાગે સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. જોકે ઘરમાં રહેલો સામાન બળીને ખાખ થઈ જતા પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી....કલાકોની ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.
જાહેરાત















