Video: સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા મેવાત સિન્ડિકેટ સાથે જોડાયેલા ચાર આરોપીઓ ઝડપાયા

સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મેઓવાત સિન્ડિકેટ સાથે સંકળાયેલી આ ગેંગના ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ ગેંગ દ્વારા દેશના 15થી વધુ રાજ્યોમાં 100થી વધુ સાયબર ફ્રોડની ઘટનાઓને અંજામ આપ્યાનું સામે આવ્યું છે. આરોપીઓ સાયબર ઠગાઈના નેટવર્ક સાથે જોડાયેલા હોવાની આશંકા છે. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરી નેટવર્કના અન્ય સભ્યો અને ઠગાઈની પદ્ધતિ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે
જાહેરાત













