Video: સુરતના ડુમસ સી-ફેસની મુલાકાત હવે મોંઘી બનશે

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ ડુમસ સી-ફેસ માટે નવી પોલિસીને મંજૂરી આપી દીધી છે. સોમવારે સામાન્ય સભાની મંજૂરી મળ્યા બાદ આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. 175 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટના મેઈન્ટેનન્સ અને ભીડને નિયંત્રિત કરવા માટે આ નિર્ણય લેવાયો છે. નવા દર મુજબ, 3 વર્ષ સુધીના બાળકો માટે પ્રવેશ ફ્રી રહેશે. 3 થી 12 વર્ષના બાળકો અને 65 વર્ષથી વધુના વડીલો માટે 10 રૂપિયા ફી નક્કી કરાઈ છે. જ્યારે 12 વર્ષથી વધુના લોકોએ 20 રૂપિયા પ્રવેશ ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત પાર્કિંગ માટે ટુ-વ્હીલરના 10, થ્રી-વ્હીલરના 25, ફોર-વ્હીલરના 30 અને બસ માટે 90 રૂપિયા ચાર્જ વસૂલાશે. જોકે, પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રીક વાહનો માટે પાર્કિંગ સંપૂર્ણપણે નિશુલ્ક રાખવામાં આવ્યું છે.
જાહેરાત
















