Video: સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ ફરી વિવાદમાં સપડાઈ

સોર્સ: gstv

સુરતના લાજપોર સેન્ટ્રલ જેલના જેલર હર્ષદ કે. સોલંકીની કચ્છની ગળપાદર જિલ્લા જેલ ખાતે બદલી કરાઈ છે. જ્યારે જેલર નિલેશ એલ. છાપીયાને રાજપીપળા જિલ્લા જેલ ખાતે મૂકવામાં આવ્યા છે. જેલમાં કેદીઓને VIP સુવિધા આપવા અને બેરેકમાંથી મોબાઈલ, ચાર્જર તેમજ બેટરી જેવી પ્રતિબંધિત સામગ્રી મળવા મામલે આ કાર્યવાહી થઈ છે. આ ઉપરાંત પાનમસાલા-ગુટકાનો વપરાશ, ઉઘરાણા અને લાંચના ગંભીર આક્ષેપો પણ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આશરે બે મહિના અગાઉ DGPના આદેશથી થયેલી આકસ્મિક તપાસ બાદ 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા. તે સમયે પણ એક જેલરની બદલી અને 4 કેદીઓને અન્ય જેલમાં ટ્રાન્સફર કરાયા હતા. જોકે, નાના કર્મચારીઓ અને જેલરો પર થતી કાર્યવાહી બાદ હવે ઉપરી અધિકારીઓની ભૂમિકા અને જવાબદારી સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત