Video: કેશોદ-બાલાગામ રોડ પર કાર પલટી ખાઈ સળગી, ત્રણ લોકોનાં મોત, ઈન્ફ્લુએન્સર ક્રિષ્નાનો બચાવ

જુનાગઢના કેશોદ-બાલાગામ રોડ પર ખમીદાણા ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે જતી એક કાર અચાનક પલટી માર્યા બાદ આગની લપેટમાં આવી ગઈ હતી. કારમાં કુલ 4 લોકો સવાર હતા, જેમાં મહિલા સહિત 3 લોકોના ઘટનાસ્થળે જ સળગી જવાથી મોત થયા, જ્યારે સળગતી કારમાંથી બહાર ફંગોળાયેલી ઈન્ફ્લુએન્સર ક્રિષ્ના ચુડાસમાનો આબાદ બચાવ થયો છે. યુવતીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી.ઘટનાની જાણ થતાં કેશોદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જતાં મૃતકો અને વાહનની ઓળખ માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
જાહેરાત












