Video: ડાંગના હાડોળ ગામે ડોંગરે દેવની ઉજવણી, આદિવાસી સંસ્કૃતિની જોવા મળી અનોખી ઝલક

સોર્સ: gstv

ડાંગના સુબીર તાલુકાના હાડોળ ગામે આદિવાસી લોકસંસ્કૃતિ અને અસ્મિતાના પ્રતીક સમાન 'ડોંગરે દેવ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આસ્થા અને ભક્તિના આ પર્વમાં ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. કાર્તિકી પૂનમના એક સપ્તાહ પહેલાંથી શરૂ થતી આ પરંપરાગત પૂજામાં શ્રદ્ધાળુઓ ડુંગરનાગઢ પર ચઢીને ડોંગરે દેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. પરંપરાગત રીતિ-રિવાજો અને લોકવિધિઓ સાથે ઉજવાતા આ પર્વમાં આદિવાસી સંસ્કૃતિની અનોખી ઝલક જોવા મળી રહી છે. ડોંગરે દેવના જયકારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે. આદિવાસી સમાજ દ્વારા પંથકમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા વરસાદ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત