Video: મહીસાગર નલ સે જલ કૌભાંડમાં વાસ્મોની મોટી કાર્યવાહી

સોર્સ: gstv

મહીસાગર નલ સે જલ કૌભાંડમાં વાસ્મોએ કડક પગલાં ભર્યા છે. તત્કાલીન મેનેજર નિકુંજકુમાર કનુભાઈ વાળંદને સેવામાંથી ટર્મિનેટ કરાયા છે. તેઓ હાલ દાહોદમાં ફરજ બજાવતા હતા. વર્ષ 2019 થી 2022 દરમિયાન મહીસાગરમાં 123.22 કરોડ રૂપિયાની ઉચાપતનો ગંભીર આરોપ છે. પાઈપલાઈન અને ઘર જોડાણના કામોમાં ખોટા બિલો રજૂ કરાયા હતા. બોગસ દસ્તાવેજો બનાવી મળતિયા કોન્ટ્રાક્ટરોને લાભ કરાવાયો હોવાનું તપાસમાં ખુલ્યું છે. વાસ્મોના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા કરારનો અંત લવાયો છે. કરારની શરતોનો ભંગ થતા 20 જાન્યુઆરી 2026 ની અસરથી સેવા સમાપ્ત કરાઈ છે. તેમની સિક્યોરિટી ડિપોઝિટ પણ જપ્ત કરવાનો આદેશ અપાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 73 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત