Video: મહીસાગરના કિનારે ગળતેશ્વરમાં સહેલાણીઓનો ધસારો, મિની વેકેશનની મજા

સોર્સ: gstv

ખેડા જિલ્લાના પૌરાણિક અને પર્યટન સ્થળ ગળતેશ્વર ખાતે શિયાળાની શરૂઆતમાં પણ સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મહીસાગર નદીના રમણીય તટે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે મિની વેકેશન માણવા પહોંચી રહ્યા છે. ગાલવ ઋષિના સમયથી ધાર્મિક મહત્ત્વ ધરાવતા ગળતેશ્વર મહાદેવ મંદિરે દર્શન સાથે પ્રવાસીઓ પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે. પવિત્ર ગળતી નદી મહીસાગરમાં ભળતી હોવાથી આ સ્થળનું ધાર્મિક અને પ્રાકૃતિક મહત્ત્વ પણ વિશેષ છે. પ્રવાસીઓ નદીના કિનારે કલાકો સુધી સમય પસાર કરી ગરમાગરમ મકાઈ, સિંગોડા, કોઠા અને શેરડીના રસ સહિતની ખાણીપીણીનો આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓની ભીડથી સ્થાનિક ફેરિયાઓ તથા વેપારીઓને પણ રોજગારી મળી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત