Video: ગોંડલના ખંભાળીડા સ્થિત કરોડોના ખર્ચે નિર્માણ પામેલા બુદ્ધ વિહાર તંત્રની બેદરકારીને કારણે બિસ્માર હાલતમાં

સોર્સ: gstv

કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ ભવ્ય બુદ્ધ વિહાર પરિસરમાં યોગ્ય દેખરેખ અને સુરક્ષાના અભાવે અસામાજિક તત્વો દ્વારા બેફામ તોડફોડ કરવામાં આવી છે. વિહારમાં લગાવવામાં આવેલા પંખા લાઈટો બારી અને દરવાજા તોડી નાખવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર સંકુલ ખંડિત હાલતમાં ફેરવાઈ ગયું છે. બહારથી આવેલા પ્રવાસીઓએ આ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અહીં ચોકીદાર કે સુરક્ષા કર્મચારીઓની કોઈ જ વ્યવસ્થા નથી. આ સાથે જ પરિસરમાં સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. મુલાકાતીઓ અને શ્રદ્ધાળુઓએ સરકાર તેમજ જવાબદાર તંત્ર સમક્ષ માંગ કરી છે કે વહેલી તકે અહીં સુરક્ષા ગાર્ડની નિમણૂક કરવામાં આવે નિયમિત સફાઈ થાય અને પાયાની સુવિધાઓ પુનઃ શરૂ કરવામાં આવે જેથી ઐતિહાસિક ધરોહરનું રક્ષણ થઈ શકે.

આ સમાચાર શેર કરો

જાહેરાત