Video: ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ: ૪૫% દિવ્યાંગતા ધરાવતા મહિલાને મુખ્ય સેવિકા વર્ગ-૩ની નોકરી આપવા નિર્દેશ

સોર્સ: gstv

કરોડરજ્જુની વિકૃતિ ધરાવતા મહિલાએ મુખ્ય સેવિકા વર્ગ-૩ની પરીક્ષામાં ૪૬ પોઈન્ટ ૮૮૦ ગુણ મેળવીને કામચલાઉ યાદીમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું, પરંતુ દિવ્યાંગતાની ચોક્કસ શ્રેણીનો સમાવેશ ન હોવાનું જણાવી તેમની ઉમેદવારી રદ કરાઈ હતી અને ઓછા ગુણવાળા અન્ય ઉમેદવારોને નોકરી અપાઈ હતી. આ મામલે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સરકારી નીતિઓના વિલંબની સજા ઉમેદવારને ન આપી શકાય. કોર્ટે દિવ્યાંગ અનામતની કેટેગરી-સી હેઠળ તેમને નોકરી આપવા નિર્દેશ કર્યો છે. જો હાલ જગ્યા ખાલી ન હોય તો ભવિષ્યની ખાલી જગ્યા પર સમાવવા અને સિનિયોરિટીનો લાભ આપવા આદેશ કરાયો છે જોકે અગાઉના સમયગાળાનું એરિયર્સ નહીં મળે.

આ સમાચાર શેર કરો

જાહેરાત