ગુજરાત કોંગ્રેસનું શક્તિપ્રદર્શન, 25 નવેમ્બરે અમદાવાદમાં 'સંવિધાન રક્ષા માર્ચ'

ગુજરાત કોંગ્રેસનું શક્તિપ્રદર્શન, 25 નવેમ્બરે અમદાવાદમાં 'સંવિધાન રક્ષા માર્ચ'
તસવીર: Dhaval barot
આ સમાચાર સાંભળો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી 25 નવેમ્બર, બુધવારના રોજ અમદાવાદમાં 'સંવિધાન રક્ષા માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈને કોંગ્રેસ દ્વારા કાર્યકરો અને આગેવાનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા આમંત્રણ પત્ર મુજબ, અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે સવારે 10 વાગ્યે આ કાર્યક્રમ યોજાશે.

જાહેરાત

આ કાર્યક્રમમાં AICCના ગુજરાત પ્રભારી અને સાંસદ રણદીપસિંહ સુરજેવાલા વિશેષ ઉપસ્થિત રહેશે. જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, તેમજ AICCના મંત્રીઓ, સહપ્રભારીઓ અને વરિષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.

કોંગ્રેસ દ્વારા તમામ કાર્યકરો અને આગેવાનોને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. હવે 25 નવેમ્બરે યોજાનારા આ કાર્યક્રમમાં કોંગ્રેસ કેવું શક્તિપ્રદર્શન કરે છે તેના પર સૌની નજર રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત