Video: રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત, મહારાષ્ટ્ર અને ગુજરાતના 9 શ્રદ્ધાળુઓનાં મોત

સોર્સ: gstv

રાજસ્થાનના માર્ગો શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ ફરી એકવાર રક્તરંજિત બન્યા છે, કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર શંભુપુરા ગામ નજીક સર્જાઈ હતી, જ્યાં ખાટુ શ્યામજીના દર્શન કરીને મહારાષ્ટ્ર પરત ફરી રહેલા પરિવારની ક્રુઝર જીપના ચાલકને ઝોકું આવી જતાં વાહન ઉભેલી ટ્રક પાછળ ઘૂસી ગયું હતું. આ ભયાનક ટક્કરમાં ક્રુઝરમાં સવાર 16 લોકોમાંથી બાળકો સહિત એક જ પરિવારના 9 સભ્યોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રનો કાફલો દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત