Video: રાજકોટ જિલ્લાની 4 વિધાનસભા બેઠકની કોંગ્રેસ મીટિંગમાં માત્ર 40-50 કાર્યકરોની હાજરીથી વિવાદ

રાજકોટ ખાતે આયોજિત કોંગ્રેસની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સંગઠનના નેતાઓ અને કાર્યકરોની અત્યંત પાંખી હાજરી જોવા મળતા પક્ષના આંતરિક વર્તુળોમાં ફરી ચર્ચાઓ તેજ બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ જિલ્લામાં કુલ ચાર વિધાનસભા બેઠકો આવેલી છે, તેમ છતાં ચારેય બેઠકો મળીને અંદાજે 40 થી 50 કાર્યકરો જ હાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ સ્થાનિક સ્તરે પક્ષની સક્રિયતા અને સંગઠનાત્મક કામગીરીને લઈને વિવાદો ઊભા થયા હતા. ઉલ્લેખનીય છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ રાજકોટ જિલ્લાની બેઠકો પર કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે આ પાંખી હાજરીએ ફરી એકવાર સંગઠનની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા કર્યા છે.
જાહેરાત














