Video: જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમામાં મરાઠવાડાના શ્રદ્ધાળુઓ હરિપાઠ અને અભંગોના ગાન સાથે ભક્તિમાં લીન

સોર્સ: gstv

જૂનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમામાં મહારાષ્ટ્રના મરાઠવાડા સ્થિત પરળી વૈજનાથથી ઉદ્ધવજી મહારાજ ઠોંબરેના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. વારકરી અને નાથ સંપ્રદાયની પરંપરાને જીવંત રાખતા આ ભાવિકો હાથમાં લાકડી અને તાલ સાથે સંત જ્ઞાનેશ્વર મહારાજના હરિપાઠ તથા આળંદીની સંત પરંપરાના અભંગો ગાઈ જંગલની કેડીઓ ગુંજાવી રહ્યા છે. બીજી વખત પરિક્રમા કરી રહેલા આ શ્રદ્ધાળુઓ દત્ત શિખરના દર્શનની પ્રબળ અભિલાષા સાથે ગિરનારના આધ્યાત્મિક મહત્ત્વને અનુભવી ભાવવિભોર બન્યા છે. પેઢી દર પેઢી ચાલતી આ ભક્તિધારાને અવિરત જાળવી રાખતા ભાવિકોએ આગામી વર્ષે ત્રીજી વખત પરિક્રમા કરવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે, જેનાથી સમગ્ર પરિક્રમા પથ આસ્થા અને સમર્પણનું પર્વ બની ગયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત