Video: જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમામાં કપરા ચઢાણ વચ્ચે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો, ભક્તિમય માહોલ છવાયો

ગિરનારની ગોદમાં ચાલી રહેલી લીલી પરિક્રમામાં પ્રકૃતિ અને આસ્થાનો અદ્ભુત સમન્વય રચાયો છે, જ્યાં હરિયાળા ડુંગરો અને પહાડી કેડીઓ પર માનવ મહેરામણ ઉમટ્યું છે. હાથમાં લાકડી અને ખભે બેગ સાથે પરિક્રમાર્થીઓ ખડકાળ રસ્તાઓ, કપરા ચઢાણ અને પથ્થરોની તિરાડો વચ્ચે સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે અને ઠેકઠેકાણે શ્રદ્ધાળુઓની ભીડથી સમગ્ર પહાડ ગુંજી ઉઠ્યો છે. કઠિન રસ્તાઓ અને થાકને ભૂલીને સાહસ તથા દૃઢ સંકલ્પ સાથે ભક્તિભાવમાં લીન બનેલા શ્રદ્ધાળુઓ માટે આસ્થાની આ કપરી સફર યાદગાર બની રહી છે.
જાહેરાત













