Video: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં AMR સામે જનજાગૃતિ અભિયાન: 400 તબીબો અને વિદ્યાર્થીઓની રેલી, એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગનો સંદેશ

અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કોલેજ ખાતે 'વર્લ્ડ AMR અવેરનેસ વીક-2026' અંતર્ગત ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એન્ટિબાયોટિક્સના અયોગ્ય ઉપયોગને કારણે વધતા એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ સામે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલી આ રેલીમાં આશરે 400 તબીબો, નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. તમામ સહભાગીઓએ બ્લુ કેપ પહેરી AMR સામે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીએ ટ્રોમા સેન્ટર ખાતેથી રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીના સમાપન સમયે AMR અટકાવવા સૌને શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગ માટે 610 પ્રિસ્ક્રિપ્શનનું ઓડિટ અને 19 ટીમો વચ્ચે ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જાહેરાત













