Video: ગોધરાના એસટી બસ હંગામી સ્ટેન્ડમાં આગ બાદ પણ જોખમી શેડ નીચે મુસાફરોની અવરજવર યથાવત

પંચમહાલના ગોધરા હંગામી બસ સ્ટેન્ડમાં મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. થોડા સમય અગાઉ બસ સ્ટેન્ડના શેડમાં વિકરાળ આગની ઘટના બની હતી, જેમાં શેડનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો. તેમ છતાં આગની ઘટના બાદ પણ મુસાફરો આ જ શેડ નીચે ઊભા રહી બસની રાહ જોતા જોવા મળી રહ્યા છે. શેડનો બળેલો અને નબળો પડી ગયેલો ભાગ ગમે ત્યારે જોખમી સાબિત થઈ શકે તેવી સ્થિતિ છે. મુસાફરોની અવરજવર યથાવત હોવા છતાં તંત્ર દ્વારા સુરક્ષાના પૂરતા બંદોબસ્ત કરવામાં આવ્યા નથી. ત્યારે સવાલ એ છે કે મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહેલું તંત્ર મુસાફરોની સલામતીની જવાબદારી ક્યારે લેશે?
જાહેરાત















